હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.
જેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા જિલ્લાના
અંતરિયાળ ભાગોમાં વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,
પોરંબદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે.
Site Admin | September 14, 2024 10:44 AM
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી