ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. રાજ્યભરમાંથી ખેડૂત પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અતિ વૃષ્ટિને લીધે થયેલા પાક નુકસાન સામે ટૂંક સમયમાં વળતરની જાહેરાત કરાશે. વધુમાં તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર ટેકાના ભાવે રાજ્યના ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે. આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્રો પર કપાસની ખરીદી શરૂ થશે.
Site Admin | September 26, 2024 3:30 PM | કૃષિ મંત્રી રાઘવજી પટેલે
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું