કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સર્વોચ્ચ અદાલત આવતીકાલે સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં નોંધ લીધી છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રા આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. આ મહિનાની શરૂઆતમાં કોલકાતાની આર. જી. કર હૉસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવાઈ હતી.
આ ઘટના બાદ કોલકાતા પોલીસે એક સ્વયંસેવકની ધરપકડ કરી છે. ઘટનાને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. વિવિધ તબીબી સંગઠનો આ મામલે હડતાળ પર ઉતર્યા છે. કોલકાતા વડી અદાલતે આ કેસ સીબીઆઈને સોંપ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.