કોલકતામાં તાજેતરમાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનાં વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે આચરેલા અત્યાચારનાં વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે 12 કલાકના પશ્ચિમ બંગાળ બંધનું એલાન કર્યું છે. દેખાવકારો મુખ્યમંત્રી મમતા બેનરજીનાં રાજીનામાની અને આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ડોક્ટર પર દુષ્કર્મ અને બળાત્કારમાં સંડોવાયેલા લોકોની ધરપકડની માંગણી કરી રહ્યા હતા.
ગઈ કાલે છાત્ર સમાજ દ્વારા નબન્ના અભિયાન દરમિયાન કોલકતામાં હિંસાના બનાવ બન્યા હતા. દરમિયાન, રાજ્ય સરકારે જણાવ્યું છે કે તે ભાજપના બંધનાં એલાનને ટેકો નહીં આપે અને રાજ્યમાં સ્થિતિ સામાન્ય બનાવવા તમામ પગલાં લેશે.
Site Admin | August 28, 2024 11:07 AM | #aakahvani #aakashvaninews | #RGKarMedicalCollegeHospital #akashvani | Kolkata
કોલકતામાં તાજેતરમાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનાં વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે આચરેલા અત્યાચારનાં વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે 12 કલાકના પશ્ચિમ બંગાળ બંધનું એલાન કર્યું