કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગઈકાલે રાજકોટ શહેર પહોંચ્યા હતા. જ્યાં પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ, અને દીવ તેમજ દાદર અને નગર હવેલી તેમજ લક્ષદીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી.
કાર્યક્રમમાં સંબોધતા તેમણે જણાવ્યું કે વર્તમાન બજેટ યુવાનોને રોજગારી આપનારું છે. આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરીને 4 કરોડ રોજગાર નિર્માણ કરવામાં આવશે. જેમાં દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રિમિયમ કંપનીઓમાં 1 વર્ષ માટે ઇન્ટર્નશીપ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે યુવાનોમાં કૌશલ્ય નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
Site Admin | September 16, 2024 8:35 AM
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગઈકાલે રાજકોટ શહેર પહોંચ્યા હતા.