કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેરના હોસ્પિટલની પી.જી હોસ્ટેલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાએ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરીને વિકાસનાં વિક્રમ સર્જ્યા છે.
16 માળની આ બિલ્ડીંગમાં 192 રૂમ બનાવવામાં આવ્યા છે જ્યાં 400 જેટલા વિદ્યાર્થીઓને રહેવાની સગવડ છે. સ્મીમેર હોસ્પિટલમાં રોજના ત્રણ હજાર જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે, જેમનાં માટે પણ તમામની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. નવી હોસ્પિટલનાં બિલ્ડિંગમાં વરસાદી પાણીનાં સંગ્રહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | September 22, 2024 2:55 PM
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેરના હોસ્પિટલની પી.જી હોસ્ટેલનું ઉદઘાટન કરવામાં આવ્યું