September 21, 2024 7:18 PM

printer

કિમ રેલવે ટ્રેક પર દુર્ઘટના સર્જવાના નિષ્ફળ પ્રયાસની તપાસમાં NIA અને ATS પણ જોડાયા

સુરત પાસેના કિમ રેલવે ટ્રકના ફિશ પ્લેટ છૂટી કરી 71 પેડલોક પણ કાઢી નાખીને દુર્ઘટના સર્જવાના નિષ્ફળ પ્રયાસની તપાસમાં હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી, એનઆઇએ અને ત્રાસવાદ વિરોધી દળ એટીએસ પણ જોડાયું છે.. જો કે, ઉત્તરપ્રદેશની માફક ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના પ્રયાસને પાયલોટની સતર્કતાએ નિષ્ફળ બનાવ્યો હતો. જેથી મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઇ છે..
અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબારના જણાવ્યા અનુસાર વડોદરા રેલવે ડિવિઝનમાં બનેલી આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા.. તકેદારીના ભાગરૂપે રેલવ્યવહારને તાત્કાલિક બંધ કરી દેવાયો હતો અને નવી ફિશ પ્લેટ લગાવીને રેલસેવા ફરી શરૂ કરી હતી. રેલવે વિભાગની ટીમે હાલ આ કૃત્ય આચરનારા અજાણ્યા શખ્સ સુધી પહોંચવા માટે ડોગ-સ્ક્વોડની મદદ લીધી છે. જોકે રલેવે તત્રની તાત્કાલિક કામગીરીને કારણે આ રેલવે વ્યવરહાર પૂર્વવત કરાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.