ઉત્તર પ્રદેશની વિશ્વશાંતિ પદયાત્રી ટીમે દાહોદ જિલ્લાથી ગુજરાત રાજ્યની પદયાત્રાનો શુભારંભ કર્યો છે. આ પદયાત્રા દરેક જિલ્લાઓમાં પરિભ્રમણ કરી પર્યાવરણ સુરક્ષા, બેટી બચાવો, પ્રદુષણ નિયંત્રણ, સડક સુરક્ષા જેવા અનેક ઉદ્દેશ્ય સાથે ગુજરાત ભ્રમણ કરશે.
અમારા દાહોદના પ્રતિનિધિ પ્રેમ કડીયા જણાવે છે કે, આ પદયાત્રી ટીમ ૨ દિવસ સુધી દાહોદ રોકાઇ હતી જેમાં તેમણે આર.ટી.ઓ. ટીમ સાથે સંકલન સાધીને દાહોદના રસ્તાઓ પર વાહન ચાલકોને સડક સુરક્ષા અંગેની જાણકારી અને વિવિધ શાળાઓમા જઇને પ્રદુષણ નિયંત્રણ માટેના ઉપાયો, બેટી બચાવો – બેટી પઢાવોની સમજ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પદયાત્રાની શરૂઆત ૩૦મી જુલાઇ, ૧૯૮૦ દરમ્યાન ઉત્તર પ્રદેશથી અવધ બિહારીલાલ દ્વારા કરવામા આવી હતી.
Site Admin | September 11, 2024 11:49 AM
ઉત્તર પ્રદેશની વિશ્વશાંતિ પદયાત્રી ટીમે દાહોદ જિલ્લાથી ગુજરાત રાજ્યની પદયાત્રાનો શુભારંભ કર્યો