ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયા હતા, તેઓ નેપાળનાં રહેવાસી હતા.
ગુરૂવારે રાત્રે દોઢ વાગે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ-એસડીઆરએફને માહિતી મળી હતી કે ભારે વરસાદને પગલે ફાટા વિસ્તારમાં ભૂસ્ખલનમાં અનેક લોકો કાટમાળમાં દટાયેલા છે. જવાનો દ્વારા રાહત અભિયાન દરમિયાન ચાર વ્યક્તિનાં મૃતદેહ મળી આવ્યા હતા.
ચમોલી પોલીસના જણાવ્યા પ્રમાણે નંદ્રપ્રયાગ પાસે ભુસ્ખલનને કારણે બદરીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગમાં અવરોધ આવ્યો છે.
Site Admin | August 23, 2024 3:35 PM | #Akashvani AkashvaniNews
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયા હતા