August 14, 2024 8:17 PM

printer

આવતીકાલે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે તિરંગો લહેરાવી રાષ્ટ્રને સંબોધન કરશે

15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે.. આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ કેન્દ્રો અને ઓનલાઇન ચેનલો પર સીધું પ્રસારણ કરાશે.
વિવિધ ભારતી રાષ્ટ્રીય પ્રસારણ સેવા, વિવિધ ભારતી સ્ટેશન, સ્થાનિક રેડિયો સ્ટેશન, સામુદાયિક રેડિયો સ્ટેશન, એફએમ રેઇન્બો, એફએમ ગોલ્ડ અને અન્ય FM ચેનલ સહિત આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી તેનું પ્રસારણ થશે. આકાશવાણી અમદાવાદની અમારી યુટ્યૂબ ચેનલ Air News Gujarat ઉપરથી પણ તેનું પ્રસારણ કરાશે. આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્રો પર પ્રધાનમંત્રીના સંબોધનનું પ્રાદેશિક ભાષામાં પ્રસારણ, રાત્રે સાડા નવ વાગ્યે સાંભળી શકાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.