હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, કોડાઇકેનાલ અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કેરળ, માહે, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં ભારેથી અતિભારે તેમજ કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Site Admin | August 16, 2024 2:17 PM | વરસાદ | હવામાન | હવામાન વિભાગ
આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી