આજથી દેશભરમાં શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનના ભાગ રૂપે રાજ્યમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રમતગમત અને યુવા બાબતોના મંત્રી હર્ષ સંઘવીએ ગઈ કાલે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ એમ મુખ્ય ચાર શહેરમાં 2થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ સાથે રાજ્યની કુલ 14 હજાર 292 ગ્રામ પંચાયતમાં તિરંગા યાત્રાની ઉજવણી કરાશે. આ યાત્રામાં રાજ્યભરની અંદાજે 2 હજાર 200થી વધુ સંસ્થા સહભાગી થશે. રમતગમત મંત્રીએ કહ્યું, રાજ્યના તમામ જિલ્લામાં 50 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરાશે. સરકારના વિવિધ વિભાગ દ્વારા યાત્રા દરમિયાન અંદાજે નવ ટેબ્લો પ્રદર્શિત કરાશે.
Site Admin | August 8, 2024 10:14 AM
આજથી દેશભરમાં શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનના ભાગ રૂપે રાજ્યમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે.