અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતીપાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે છેલ્લા બે દિવસ દરમ્યાન રાજુલા તાલુકાના ડુંગર, સાંજણાવાવ, રાભડા, ડુંગરપરડા સહિતના ગામડામાં ધોધમાર વરસાદ પડતા આસપાસના ખેડૂતોના ખેતરો પાણીથી જળબંબાકાર થયા છે. અત્યારે વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને કપાસ, મગફળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
Site Admin | September 16, 2024 8:39 AM
અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતીપાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે