સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સાત ન્યાયમૂર્તિઓની બનેલી બેન્ચે બહુમતી ચૂકાદામાં જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાઓ અનુસૂચિતજાતિ અને જનજાતિઓમાં પેટા વર્ગીકરણ કરી શકે છે.સર્વોચ્ચ અદાલતે 6 વિરુધ્ધ 1 થી આપેલા ચૂકાદામાં વર્ષ 2004નાં ઇવી ચિન્નિયાહ ચૂકાદાને રદબાતલ ઠેરવ્યો હતો.આ ચૂકાદામાં જણાવાયું હતું કે, શિક્ષણનાં પ્રવેશ અને જાહેર નોકરીઓમાં
અનામત માટે અનુસુચિત જાતિ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ મંજૂર નથી.ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડે ઐતિહાસિક પુરાવાઓનો ઉલ્લેખ કર્યો હતો અને સૂચન કર્યુ હતું કે, પેટા વર્ગીકરણથી બંધારણની 14મી કલમનો ભંગ નથી થતો અને કલમ 15 અને 16 રાજ્યોને જ્ઞાતિનું પેટા વર્ગીકરતા અટકાવતી નથી. અગાઉ, 8 ફેબ્રુઆરીએ સર્વોચ્ચ અદાલતે આ કેસમાં તેનો ચૂકાદો અનામત રાખ્યો હતો.
Site Admin | August 1, 2024 1:44 PM | અનામત | અનુસૂચિત જાતિ-જનજાતિ | રાજ્ય વિધાનસભા | સર્વોચ્ચ અદાલત
અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચ અદાલતની મંજૂરી